About AANANDGHAN SURI MS
મહા તપસ્વી અને તીર્થોસાધક પૂ. ગુરુદેવ નો જન્મ વિ.સં. 1977 શ્રાવણવદ-5ને તા. 23/8/21ના રોજ રાજસ્થાનમાં સિરોહીનાં પાલડી ગામમાં પ્રભાત સમયે થયો હતો. પિતાશ્રી ચતરાજી પનાજી પરમાર અને માતા કંકુબાઇ એ બાળકને ચુનીલાલ તરીકે આવકાર્યું. પરંતુ ચુનીલાલે માત્ર દોઢ વર્ષની ઉંમરે માતાનો ખોળો ગુમાવતાં તેમનો ઉછેર ચતરાજીનાં મોટા ભાભી ચમનીબાઇએ કર્યો. નાની વયમાં જ ચુનીલાલ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત નિયમનું પાલન કરતાં. જોધપુર રાજસ્થાનનાં બગડી નગરનાં રહેવાસી શ્રી લાલચંદ ચંદનમલજીનાં ધર્મપત્નિ સૌ. લક્ષ્મીબાઇએ ચુનીલાલને 16 વર્ષની ઉંમરે ખોળે લીધા. અહીંથી તેઓ વ્રતનિયમનાં ચુસ્ત પાલન સાથે મુંબઇ મુકામે પહોંચ્યા. મનમાં સતત ધર્મનું રટણ કરનાર ચુનીલાલનું હ્રદય વૈરાગ્યનાં રંગે રંગાયું અને વિ.સં. 2008 અષાઢ સુદ-14નાં રોજ પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી મ.સા.નાં સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી પૂ. મુનિ શ્રી આનંદઘન વિજયજી મ.સા. બન્યા.
મુનિજીવનનાં પ્રારંભથી જ તેઓએ પોતાનાં ગુરુદેવ પાસેથી ન્યાય, ક્રમગ્રંથ, પ્રકરણાદિ તથા આગમ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તથા જ્યોતિષ, મંજ્ઞ, તંત્ર, યંત્રજ્ઞાનમાં પારંગત બન્યા. જૈનશાસનની રક્ષા કાજે તેમ જ આત્મ કલ્યાણાર્થે પૂજ્યશ્રીએ અનેક અશક્ય કહી શકાય તેવાં તપ કર્યાં અને ઇડર, તારંગાજી, ગીરનાર, મા. આબુ ખાતે અચલગઢ જેવાં ગાઢ જંગલોમાં ગુફાઓનાં એકાંતમાં જપ-તપ, આરાધના અને સાધના દ્વારા અનેક આસનો સિદ્ધ કર્યા.
પ.પૂ.આ.દેવ શ્રીમદ્ આનંદઘન સૂરીશ્વરજી મ.સ.ની અનેક સિધ્ધિઓ–
- તા. 15/7/83 વિ.સં. 2039ના અષાઢ સુદનાં રોજ ઘાણેરાવ રાજસ્થાન ખાતે કિર્તિસ્તંભ પર સૂરિપદવી ગ્રહણ.
-ઓમ શ્રી પાર્શ્વપદ્માવતી જૈનતીર્થ વક્તાપુર ખાતે વિ.સં. 2046 જેઠ સુદ 5ના રોજ અનેક સમુદાયનાં આચાર્ય અને સાધુ-સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં યોગદિવાકર પદવી પ્રદાન
-અનેક તપ તથા સાધના થકી વિ.સં. 2021માં પ્રાચિન મહાચમત્કારી શ્રી આગલોડ તીર્થનો ઉધ્ધાર..